Skip to main content

Posts

DANG BRC KALA UTSAV NEWS : ડાંગ જિલ્લાનાં આહવા તાલુકામા બીઆરસી કક્ષાનો કલા ઉત્સવ યોજાયો:

  DANG BRC KALA UTSAV  NEWS : ડાંગ જિલ્લાનાં આહવા તાલુકામા બીઆરસી કક્ષાનો કલા ઉત્સવ યોજાયો: (ડાંગ માહિતી બ્યૂરો): આહવા: તા: ૨૪: જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર પ્રેરિત તેમજ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન-વઘઇ સંચાલિત અને બી.આર.સી દ્વારા આયોજીત "ગરવી ગુજરાત" થીમ આધારીત તાલુકા કક્ષાનો કલા ઉત્સવ તારીખ ૨૦મી સપ્ટેમ્બરના રોજ ઉજવાયો હતો.  જેમાં બાળ કવિ સ્પર્ધા, સંગીત ગાયન સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા અને સંગીત વાદન સ્પર્ધા જેવી સ્પર્ધાઓ યોજવામા આવી હતી. આ દરેક સ્પર્ધામા તાલુકાના અલગ-અલગ ૧૬ કલસ્ટર પૈકી અલગ અલગ શાળામાંથી કુલ ૬૪ કલાપ્રેમી બાળકોએ ભાગ લીધો હતો.  કલા (આર્ટ) એટલે કાંઇક નવું કરવુ, કલામા બાળક પોતાની અભિવ્યકિત પ્રસ્તુત કરે છે. કલાઓમા શ્રેષ્ઠ કલા ચિત્ર કલા છે. કલા બાળકના વ્યક્તિત્વ વિકાસમા એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. એક બાળકમા કલાના પરિચયના કારણે બૌધ્ધિક ક્ષમતા સ્તર વધે છે. સર્જનાત્મકતામા વધારો થાય છે. આત્મવિશ્વાસ વધે છે. જે બાળકોમા ભણતર સિવાયની જે બીજી કલાઓ રહેલી છે તેને પ્રેરણા મળે છે, તથા તેઓ તેમને ગમતા ક્ષેત્રમા આગળ વધે છે. આ આહવા ખાતે યોજાયેલ કલા ઉત્સવનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓ વચ્ચે સ્પર

Navsari,gandevi,bilimora,Jalalpor,chikhli, khergam,vansda, Ahwa, dang, Saputara, vaghai,subir,valsad, pardi, vapi, Umargam,dharampur,kaparada, latest educational, sports and social welfare news

         Navsari,gandevi,bilimora,Jalalpor,chikhli, khergam,vansda, Ahwa, dang, Saputara, vaghai,subir,valsad, pardi, vapi, Umargam,dharampur,kaparada, latest educational, sports and social welfare news 

Pardi, valsad,dharampur,vapi,chikhli, vansda,dang,Ahwa,vaghai subir, Saputara, navsari,Gandevi, Jalalpor, khergam, Umargam, kaparada,world environment day celebration news updates

 Pardi, valsad,dharampur,vapi,chikhli, vansda,dang,Ahwa,vaghai subir, Saputara, navsari,Gandevi, Jalalpor, khergam, Umargam, kaparada,world environment day celebration news updates 

ચીમનપાડા પ્રાથમિક શાળાનું ગૌરવ : NMMS પરીક્ષામાં પાંચ વિધાર્થીઓએ બાજી મારી.

       ચીમનપાડા પ્રાથમિક શાળાનું ગૌરવ : NMMS પરીક્ષામાં પાંચ વિધાર્થીઓએ બાજી મારી. વર્ષ 2023-2024માં લેવાયેલ NMMSની પરીક્ષામાં ખેરગામ તાલુકાની ચીમનપાડા પ્રાથમિક શાળાના પાંચ વિધાર્થીઓએ બાજી મારી હતી. જેમાં ક્રિષ્ના પી.ગાંવિત 146 ગુણ,  ભાર્ગવી પટેલ 131 ગુણ, મહેક પટેલ 128 ગુણ, ફ્રેની પટેલ 121 ગુણ, અને રિયા પટેલે 120 ગુણ મેળવ્યા છે. શાળાના આચાર્યશ્રી ધર્મેશભાઈએ બાળકોની સફળતા માટે શાળાનાં શિક્ષકોની મહેનતને યશ આપ્યો હતો.  દર વર્ષે આ શાળામાંથી  ઓછામાં ઓછાં  બે કે તેથી વધુ  વિદ્યાર્થીઓ nmms પરીક્ષામાં પાસ થઈ  મેરીટમાં સ્થાન પામે છે.  ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી મનીષભાઈ પરમાર સાહેબ, તાલુકા કેળવણી નિરીક્ષકશ્રી પ્રશાંતભાઈ પટેલ ખેરગામ શિક્ષક સંઘના પ્રમુખશ્રી દિવ્યેશકુમાર ચૌહાણ, મહામંત્રી કિરીટભાઈ પટેલ, ખેરગામ બી.આર.સી. વિજયભાઈ પટેલ, આચાર્યશ્રી ધર્મેશભાઈ સહિત શાળા પરિવાર, એસ.એમ.સી.નાં સભ્યો અને ગ્રામજનો તરફથી હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.

Gondal|Rajkot: માનવજાતની સુખાકારી માટે સૌ એક એક વૃક્ષ વાવે, તો ૧૦૦ કરોડ ઉગશે: પૂ. મોરારિબાપુ

     Gondal|Rajkot: માનવજાતની સુખાકારી માટે સૌ એક એક વૃક્ષ વાવે, તો ૧૦૦ કરોડ ઉગશે: પૂ. મોરારિબાપુ ગૉડલના લોહ લંગરીધામ આશ્રમના પ્રાંગણમાં ગવાઈ રહેલી 'માનસ રામકથા'ના છઠ્ઠા દિવસના પ્રારંભે ગોંડલના રાજવી નામદાર હિમાંશુસિંહજી વિદેશના પ્રવાસે હોય તેમના પ્રતિનિધિરૂપ રૂપે પધારેલા રાજેન્દ્રસિંહજીએ વ્યાસપીઠની વંદના કરીને રાજવી પરિવારનો રાજીપો વ્યક્ત કર્યો હતો. પુ. મોરારિબાપુએ છઠ્ઠા દિવસની કથામાં પ્રવેશ કરતાં કહ્યું કે આજે બુદ્ધપૂર્ણિમા છે. ભગવાન બુદ્ધ અને મહારાજા ભગવતસિંહજીને વૃક્ષો ખૂબ વહાલાં હતા. તેમના વૃક્ષપ્રેમને અનુમોદન આપવા માટે અને સમગ્ર જગતની સુખાકારી માટે ભારતની વસ્તીના કુલ ૧૦૦ કરોડ લોકો જો એક એક વૃક્ષ વાવે તો આપણે સમગ્ર પૃથ્વીને વધુ હરિયાળી બનાવી શકીએ. બાપુએ વ્યાસપીઠ પરથી પુ.સીતારામ બાપુ સમેત સૌને તે માટે વિશેષ વિનંતી કરી. તમામ કથા ફફ્લાવર્સને પણ વૃક્ષપ્રેમ માટે એક એક વૃક્ષ વાવવા અનુરોધ કયો.આ જ સંદર્ભમા બાપુએ કહ્યું કે સદભાવના નામની રાજકોટની સંસ્થા વૃદ્ધોની સેવા અને વૃક્ષોની ખૂબ સારી સેવા કરી રહી છે?. તેના માટે એક કથા પણ મેં આપેલી છે. તેમની પ્રવૃત્તિને આપણે બિરદાવીએ છીએ. રામકથા

Bardoli cricket tournament news : બારડોલી તાલુકા હળપતિ સમાજની ક્રિકેટ ટૂર્નામેન્ટમાં ઉવા ગામની પ્રથા ઈલેવન વિજેતા

   Bardoli cricket tournament news : બારડોલી તાલુકા હળપતિ સમાજની ક્રિકેટ ટૂર્નામેન્ટમાં ઉવા ગામની પ્રથા ઈલેવન વિજેતા    બારડોલી તાલુકા હળપતિ સમાજ દ્વારા એચ.પી.એલ. ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન બમરોલી ગામના ક્રિકેટ મેદાન પર કરવામાં આવ્યું હતું. આ ટૂર્નામેન્ટમાં હળપતિ સમાજની ૧૦ ટીમોના ૧૫૦ યુવાનોએ ભાગ લીધો હતો. ટૂર્નામેન્ટનું ઉદ્ઘાટન તા.પં.પ્રમુખ જમનાબેન રાઠોડના હસ્તે સમાજના આગેવાનોની હાજરીમાં કરવામાં આવ્યું હતું. ફાઈનલમાં ઉવા ગામની પ્રથા ઈલેવન ટીમ વિજેતા બની હતી. જયારે રનર્સઅપ હારવિક ઈલેવન દીપકભાઈ કડોદ ટીમ બની હતી.  સ્પોન્સર કેયૂરભાઈ પરેશભાઈ રાઠોડના હસ્તે ચેમ્પિયન ટીમને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. રનર્સઅપ ટીમને સમાજના આગેવાન સેમભાઈ અસ્તાનના હસ્તે ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. આ પ્રસંગે હળપતિ સમાજ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ સુરતના મંત્રી અશ્વિન રાઠોડ, રમેશભાઈ રાઠોડ (તેન), પ્રવીણભાઈ હળપતિ (બારડોલી) અને કડોદ ગામના સમાજ આગેવાન પરુશભાઈ રાઠોડ દ્વારા સમાજના યુવાઓને પ્રોત્સાહિત કરાયા હતા.

Rajpipla sports news : રાજપીપળાની દીકરી ફલક વસાવા‘વિશ્વફલક’ઉપર ઝળકી : ગુજરાત ગાર્ડિયન

  Rajpipla sports news : રાજપીપળાની દીકરી ફલક વસાવા‘વિશ્વફલક’ઉપર ઝળકી : ગુજરાત ગાર્ડિયન  રબર જેવું શરીર ધરાવતી રાજપીપલાની ગુજરાતની સૌથી નાની વયની ગોલ્ડન ગર્લ છે, જેને અગાઉ રાષ્ટ્રીયકક્ષાની ટ્રેમ્પોલિન જીમાસ્ટિક સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એપીજે અબ્દુલ કલામે કહ્યું હતું કે, "તમારી પહેલી સફળતા પછી આરામ ના કરો કેમ કે તમે બીજી વખત અસફળ થશો તો ઘણા બધા હોઠ એવું કહેશે કે તમારી પ્રથમ સફળતા માત્ર એક સામાન્ય પ્રયાસ હતો.”  ફલકે પોતાના ફિલ્ડમાં શ્રેષ્ઠ બનવા માટે સર્વશ્રેષ્ઠ પ્રયાસો કર્યા. ચીન ખાતે યોજાયેલી “છઠી ટ્રેમ્પોલિન એશિયન ચેમ્પિયનશીપ ૨૦૨૪" આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ભાગ લઈને ફલકે સાબિત કરી બતાવ્યું કે, સતત પ્રયાસોથી પરિણામ મળે છે. આ તો માત્ર શરૂઆત છે. જીવન હોય કે રમતનું મેદાન, હાર-જીત તો એક સિક્કાના બે પાસા છે.  સ્વામી વિવેકાનંદ પણ કહ્યું હતું કે, "એકવાર હાર્યા બાદ ફરીથી પ્રયત્ન કરવામાં ડરશો નહીં, કેમકે આ વખતની શરૂઆત શૂન્યથી નહીં પણ અનુભવથી થશે." ભારત દેશનું પ્રતિનિધિત્વ કરતી રાજપીપલાની કુ.ફલક ચંદ્રકાંત વસાવાએ ચીનના હોંગકોંગ ખાતે યોજાયેલી

Khergam (Toranvera) : ખેરગામ તોરણવેરામા કુકણા સમાજની ચિંતન શિબિર પ્રસંગોમાં દારૂ પીરસનાર કુટુંબને ૨૫ હજાર દંડ કરાશે.: ગુજરાત ગાર્ડિયન

   Khergam (Toranvera) : ખેરગામ તોરણવેરામા કુકણા સમાજની ચિંતન શિબિર પ્રસંગોમાં દારૂ પીરસનાર કુટુંબને ૨૫ હજાર દંડ કરાશે.: ગુજરાત ગાર્ડિયન ખેરગામનાં તોરણવેરા ગામે આશ્રમ શાળામાં કુકણા સમાજ વિકાસ મંડળ આયોજિત ચિંતન સભા યોજાઈ હતી. જેમાં કુરિવાજોને તિલાંજલિ આપવા આહવાન કરાયું હતું. આ પ્રસંગે અગ્રણીઓએ સભાને સંબોધતા જણાવ્યું હતું કે આપણા સમાજ પાસે ખુબ સારી રૂઢીપરંપરા છે, પણ દેખાદેખી અને આંધળા અનુકરણને કારણે ખર્ચાળ રીતો અપનાવવાથી સમાજનો મોટોભાગ દેવામાં ડુબી જાય છે. આ બદીઓ બાબતે જાગ્યા ત્યારથી સવાર માની પગલા ભરવા જરૂરી છે. લગ્ન અને અન્ય સામાજિક પ્રસંગોએ દારુનું ચલન બહુ મોટી બદી છે. દેવ દેવીના પ્રસંગો પણ બાકાત નથી, આવા પ્રસંગોએ દારૂની સગવડ કરનાંર કુટુબને ૨૫ હજારનો દંડ કરવા ઠરાવવામાં આવ્યું હતું. લગ્ન વિધિ પણ આદિવાસી પરંપરા મુજબ થાય તે માટે પ્રોત્સાહિત રકમ આપવા પણ ચર્ચા કરવામાં આવી હતી. ડીજેનો ઉપયોગ મર્યાદિત કરવા સૂચનો થયા હતા.  કનસરી અને માવલી જેવા પ્રસંગોએ રાત્રી ભોજન નહીં પણ પ્રસંગ પત્યા પછી દિવસે જમણવાર રાખવાનું નક્કી કર્યું હતું. આ ચિંતન શિબિરમાં મુક્ત મને ચર્ચા વિચારણા કરી પંદર કરતા વધુ ઠરાવો