Skip to main content

DANG BRC KALA UTSAV NEWS : ડાંગ જિલ્લાનાં આહવા તાલુકામા બીઆરસી કક્ષાનો કલા ઉત્સવ યોજાયો:

  DANG BRC KALA UTSAV  NEWS : ડાંગ જિલ્લાનાં આહવા તાલુકામા બીઆરસી કક્ષાનો કલા ઉત્સવ યોજાયો: (ડાંગ માહિતી બ્યૂરો): આહવા: તા: ૨૪: જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર પ્રેરિત તેમજ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન-વઘઇ સંચાલિત અને બી.આર.સી દ્વારા આયોજીત "ગરવી ગુજરાત" થીમ આધારીત તાલુકા કક્ષાનો કલા ઉત્સવ તારીખ ૨૦મી સપ્ટેમ્બરના રોજ ઉજવાયો હતો.  જેમાં બાળ કવિ સ્પર્ધા, સંગીત ગાયન સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા અને સંગીત વાદન સ્પર્ધા જેવી સ્પર્ધાઓ યોજવામા આવી હતી. આ દરેક સ્પર્ધામા તાલુકાના અલગ-અલગ ૧૬ કલસ્ટર પૈકી અલગ અલગ શાળામાંથી કુલ ૬૪ કલાપ્રેમી બાળકોએ ભાગ લીધો હતો.  કલા (આર્ટ) એટલે કાંઇક નવું કરવુ, કલામા બાળક પોતાની અભિવ્યકિત પ્રસ્તુત કરે છે. કલાઓમા શ્રેષ્ઠ કલા ચિત્ર કલા છે. કલા બાળકના વ્યક્તિત્વ વિકાસમા એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. એક બાળકમા કલાના પરિચયના કારણે બૌધ્ધિક ક્ષમતા સ્તર વધે છે. સર્જનાત્મકતામા વધારો થાય છે. આત્મવિશ્વાસ વધે છે. જે બાળકોમા ભણતર સિવાયની જે બીજી કલાઓ રહેલી છે તેને પ્રેરણા મળે છે, તથા તેઓ તેમને ગમતા ક્ષેત્રમા આગળ વધે છે. આ આહવા ખાતે યોજાયેલ કલા ઉત્સવનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓ વ...

Vansda news : નવસારી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કઠપુતળી અને ઘેરીયા નૃત્યના કાર્યક્રમો થકી આદિમજુથના પરિવારોને મતદાન માટે જાગૃત કરાયા.

                                               આગામી લો.સા. ચૂંટણી અંતર્ગત SVEEP હેઠળ મોજે-મનપુર,તા.વાંસદામાં ઘૈરૈયા નૃત્ય અને સ્થાનિક ભાષામાં કઠપૂતળી નાટક દ્વારા મતદારોને મતદાન માટે જાગૃત કરવામાં આવ્યા તેમજ મતદારોને મતદાન માટે પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી.#Election2024 #ElectionAwareness #VotingRights #IVote4Sure #AVSAR2024 pic.twitter.com/zdu1DkjObO

  

Vansda news : નવસારી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કઠપુતળી અને ઘેરીયા નૃત્યના કાર્યક્રમો થકી આદિમજુથના પરિવારોને મતદાન માટે જાગૃત કરાયા.

તાજેતરમાં નવસારી જિલ્લા તથા 26 વલસાડ (અ.જ.જા) લોકસભા મતદાર વિભાગમાં સમાવિષ્ટ 177 વાંસદા (અ.જ.જા)ના વાંસદા તાલુકાના મનપુર ગામે વડલી ફળિયા ખાતે કઠપુતળી કાર્યક્રમ દ્વારા તથા વાંસદા તાલુકાના ગાંધી મેદાન સરદાર વલ્લભભાઈ પટેલના પૂતળા પાસેથી તાલુકા સેવા સદન કચેરી સુધીના રોડ પર ઘેરૈયા નૃત્યનું આયોજન કરવામાં આવ્યું હતું. 

આ ઉપરાંત નવસારી જિલ્લાના વિવિધ ગામોમાં મદદનીશ ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી, વાંસદા સહિત ઉચ્ચ અધિકારી કર્મચારીઓની ઉપસ્થીતી અને માર્ગદર્શન હેઠળ ખાસ કરીને આદિમ જૂથના લોકોના વિસ્તારોમાં મતદાર જાગૃતિ માટે કાર્યક્રમો યોજાયા હતા. કાર્યક્રમમાં ગામ અનુસાર આદિમ જૂથની સ્થાનિક ભાષામાં કઠપૂતળીના કાર્યક્રમ દ્વારા 'રંગલા-રંગલી'ના પાત્રો દ્વારા આગામી તા. ૦૭/૦૫/૨૦૨૪ના રોજ યોજાનાર લોકસભા ચૂંટણીમાં મતદાન કરવા અપીલ કરવામાં આવી હતી. જેને સ્થાનિક નાગરિકોએ બહોળી સંખ્યામાં ઉપસ્થીત રહી જિલ્લા ચૂંટણી તંત્રની કામગીરીને વધાવી લીધી હતી. કાર્યક્રમના અંતે તમામ હાજર વ્યક્તિઓને મતદાન કરવાની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. આ કાર્યક્રમમાં રંગલારંગલીના રમુજી પાત્રોથી સ્થાનિક ગ્રામજનોને મનોરંજનના માધ્યમ થકી મતદાનનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું.



Comments

Popular posts from this blog

Tapi(Vyara): શ્રીમતી આર.પી.ચૌહાણ આર્ટ્સ અને કોમર્સ કોલેજ, વ્યારા ખાતે ખેલ મહાકુંભ ૨.૦ અંતર્ગત રાજ્ય કક્ષાની ખો-ખો સ્પર્ધાનો શુભારંભ

Tapi(Vyara): શ્રીમતી આર.પી.ચૌહાણ આર્ટ્સ અને કોમર્સ કોલેજ, વ્યારા ખાતે ખેલ મહાકુંભ ૨.૦ અંતર્ગત રાજ્ય કક્ષાની ખો-ખો સ્પર્ધાનો શુભારંભ આજ રોજ શ્રીમતી આર.પી.ચૌહાણ આર્ટ્સ અને કોમર્સ કોલેજ, વ્યારા ખાતે ખેલ મહાકુંભ ૨.૦ અંતર્ગત રાજ્ય કક્ષાની ખો-ખો સ્પર્ધાનો શુભારંભ કરાવ્યો. ખેલાડીઓને રમતા રહી સ્વાસ્થ્ય મજબુત રાખી રાષ્ટ્રીય સ્તરે રમી ગુજરાતનું નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ આપી. @revenuegujarat @InfoGujarat @infotapiadi pic.twitter.com/HMnucNFZrO — Collector & DM-Tapi (@CollectorTapi) May 16, 2024  Tapi (Vyara) : વ્યારા ખાતે ખેલ મહાકુંભમાં ખો-ખો સ્પર્ધાનો પ્રારંભ, ૮ જિલ્લાની ટીમે ભાગીદારી નોંધાવી.

NAVSARI (AB SCHOOL): નવસારીની એબી સ્કૂલમાં અભ્યાસ કરતી ધોડિયા સમાજની દિકરી ઋષિતા ઉમેશભાઈ પટેલ સમગ્ર રાજ્યમાં અને નવસારી જિલ્લામાં ટોપ ટેનમાં સ્થાન પ્રાપ્ત કર્યું.

                                                                                                       NAVSARI (AB SCHOOL): નવસારીની એબી સ્કૂલમાં અભ્યાસ કરતી ધોડિયા સમાજની દિકરી ઋષિતા ઉમેશભાઈ પટેલ સમગ્ર રાજ્યમાં અને નવસારી જિલ્લામાં ટોપ ટેનમાં સ્થાન પ્રાપ્ત કર્યું. નવસારીના ૪૭, સાંઈ ગાર્ડન  સોસાઈટી એરૂનાં રહેવાસી અને નવસારીમાં પોલીસ કોન્સ્ટેબલની ફરજ બજાવતા ઉમેશભાઈ મંગુભાઇ પટેલ અને ટીનાબેન પટેલની દિકરી ઋષિતા નવસારીની એ બી સ્કૂલમાં અભ્યાસ કરે છે. અભ્યાસમાં હોંશિયાર દિકરી ઋષિતાએ ધોરણ -૧૦ની પરીક્ષામાં  રાજ્ય અને નવસારી જિલ્લામાં ટોપ ટેનમા સ્થાન મેળવી સમસ્ત આદિવાસી ધોડિયા સમાજ અને વતનનું નામ રોશન કર્યું છે. સમસ્ત આદિવાસી ધોડિયા સમાજ વતી દીકરીને હાર્દિક શુભકામનાઓ. નવસારી જિલ્લામાં ધો. ૧૦ની પરીક્ષામાં એ-૧ ગ્રેડ પ્રાપ્ત કરના...

Dahod : ગૌરવ સન્માન ૨૦૨૪ એવોર્ડથી સન્માનિત થતાં શિક્ષકો ને ન્યુ પાર્થ એજ્યુકેશન ગૃપ દ્વારા ખુબ ખુબ અભિનંદન

         Dahod : ગૌરવ સન્માન ૨૦૨૪ એવોર્ડથી સન્માનિત થતાં શિક્ષકો ને ન્યુ પાર્થ એજ્યુકેશન ગૃપ દ્વારા ખુબ ખુબ અભિનંદન ગૌરવ સન્માન ૨૦૨૪ એવોર્ડથી સન્માનિત થતાં શિક્ષકોને ન્યુ પાર્થ એજ્યુકેશન ગૃપ દ્વારા ખુબ ખુબ અભિનંદન સંજેલી તાલુકામાં આવેલ જય અંબે એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ અને ન્યુ પાર્થ એકલવ્ય - નવોદય તાલીમ વર્ગના સંચાલક દિલીપકુમાર એચ. મકવાણા જણાવ્યું હતું કે -દાહોદ જિલ્લાના બે શિક્ષકોને ગુજરાત ગૌરવ સન્માન ૨૦૨૪ એવોર્ડથી સન્માનિત થતાં દાહોદ જિલ્લામાંથી નિનામા મુકેશભાઈ મનસુખભાઈ (થાલા લીમડી પ્રા. શાળા) અને બારીયા ભોપતભાઈ કોલિયારી ફળિયા ચેનપુર પ્રા. શાળાની પસંદગી કરી શિક્ષકોને ગૌરવ પુરસ્કારમાં પ્રમાણપત્ર અને ટ્રોફી આપીને કાલોલ ગુરુકુળ વિદ્યાલય ખાતે સન્માનિત કરતા ન્યુ પાર્થ એકલવ્ય તાલીમ વર્ગના સંચાલક દિલીપકુમાર મકવાણા તેમજ ન્યુ પાર્થ એજ્યુકેશન ગૃપ સંજેલી રાજુભાઈ મકવાણા, અશ્વિનભાઈ સંગાડા ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવે છે. ઉતરોતર પ્રગતિ કરતા રહો એવી અભિલાષા વ્યક્ત કરી હતી