Skip to main content

DANG BRC KALA UTSAV NEWS : ડાંગ જિલ્લાનાં આહવા તાલુકામા બીઆરસી કક્ષાનો કલા ઉત્સવ યોજાયો:

  DANG BRC KALA UTSAV  NEWS : ડાંગ જિલ્લાનાં આહવા તાલુકામા બીઆરસી કક્ષાનો કલા ઉત્સવ યોજાયો: (ડાંગ માહિતી બ્યૂરો): આહવા: તા: ૨૪: જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર પ્રેરિત તેમજ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન-વઘઇ સંચાલિત અને બી.આર.સી દ્વારા આયોજીત "ગરવી ગુજરાત" થીમ આધારીત તાલુકા કક્ષાનો કલા ઉત્સવ તારીખ ૨૦મી સપ્ટેમ્બરના રોજ ઉજવાયો હતો.  જેમાં બાળ કવિ સ્પર્ધા, સંગીત ગાયન સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા અને સંગીત વાદન સ્પર્ધા જેવી સ્પર્ધાઓ યોજવામા આવી હતી. આ દરેક સ્પર્ધામા તાલુકાના અલગ-અલગ ૧૬ કલસ્ટર પૈકી અલગ અલગ શાળામાંથી કુલ ૬૪ કલાપ્રેમી બાળકોએ ભાગ લીધો હતો.  કલા (આર્ટ) એટલે કાંઇક નવું કરવુ, કલામા બાળક પોતાની અભિવ્યકિત પ્રસ્તુત કરે છે. કલાઓમા શ્રેષ્ઠ કલા ચિત્ર કલા છે. કલા બાળકના વ્યક્તિત્વ વિકાસમા એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. એક બાળકમા કલાના પરિચયના કારણે બૌધ્ધિક ક્ષમતા સ્તર વધે છે. સર્જનાત્મકતામા વધારો થાય છે. આત્મવિશ્વાસ વધે છે. જે બાળકોમા ભણતર સિવાયની જે બીજી કલાઓ રહેલી છે તેને પ્રેરણા મળે છે, તથા તેઓ તેમને ગમતા ક્ષેત્રમા આગળ વધે છે. આ આહવા ખાતે યોજાયેલ કલા ઉત્સવનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓ વચ્ચે સ્પર

Dharampur: ધરમપુરની મોડેલ સ્કૂલ માલનપાડામાં બાળ સંસદની ચૂંટણી યોજાઈ, આબેહૂબ ચૂંટણી જેવો માહોલ ઉભો કરાયો

 Dharampur: ધરમપુરની મોડેલ સ્કૂલ માલનપાડામાં બાળ સંસદની ચૂંટણી યોજાઈ, આબેહૂબ ચૂંટણી જેવો માહોલ ઉભો કરાયો 


 વિદ્યાર્થીઓ લોકશાહીમાં ચૂંટણીનું મહત્વ સમજે એ માટે અભ્યાસના ભાગરૂપે ચૂંટણી પ્રક્રિયા શીખવવામાં આવી 

ચૂંટાયેલા મંત્રી અને ઉપમંત્રી શાળા સંકુલમાં સ્વચ્છતા, શિસ્ત અને નિયમોમાં પોતાનો મત રજૂ કરી શકશે 

----  

માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૧૯ જુલાઈ 

વિશ્વમાં સૌથી મોટી લોકશાહી ધરાવતા દેશ તરીકે ભારતની ગણના થાય છે. લોકશાહીમાં ચૂંટણી મહત્વનું અંગ છે. ત્યારે આવનારી પેઢી ચૂંટણીનું મહત્વ, ચૂંટણીની પ્રક્રિયા અને લોકશાહીનું મહત્વ સમજે તેવા શુભ આશય સાથે સમગ્ર ચૂંટણી પ્રક્રિયાને અભ્યાસના ભાગરૂપે શીખવવાનો પ્રયાસ વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાની મોડેલ સ્કૂલ માલનપાડાના આચાર્યા ડો. વર્ષાબેન પટેલ અને શિક્ષકોની ટીમ દ્વારા કરવામાં આવ્યો હતો. જે માટે બાળ સંસદની ચૂંટણીમાં મતદાન સહિતની તમામ પ્રક્રિયા માટે આબેહૂબ ચૂંટણી જેવો માહોલ ઉભો કરવામાં આવ્યો હતો.    


ધરમપુરની મોડેલ સ્કૂલ માલનપાડાના આચાર્યા ડો. વર્ષા પટેલે જણાવ્યું કે, વાસ્તવિક રૂપમાં ચૂંટણીનો માહોલ ઊભો કરવાથી વિદ્યાર્થીઓની લોકશાહીમાં ચૂંટણીના મહત્વ અંગેની સમજ સ્પષ્ટ બને છે. આ જ વિદ્યાર્થીઓ આવતીકાલના નાગરિકો છે, મતદાતાઓ છે, એમના માટે આ પ્રક્રિયા સમજવી જરૂરી છે એ હેતુથી અમારી મોડેલ સ્કૂલમાં વિદ્યાર્થી બાળ સંસદ ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આબેહૂબ મત કુટીર ઊભી કરવામાં આવી હતી. પોલીસ, હોમગાર્ડ, બીએલઓ, પ્રિસાઇડિંગ ઓફિસર, પોલીંગ સ્ટાફથી લઈ મતદાનની તમામ પ્રક્રિયા આબેહૂબ ચૂંટણીની જેમ ગોઠવી આ તમામ પ્રક્રિયામાં વિદ્યાર્થીઓને જોડવામાં આવ્યા હતા. ચૂંટણી પૂર્વે ઉમેદવારો જેમ પ્રચાર પ્રસાર કરતા હોય એમ વિદ્યાર્થી નેતાઓએ પણ પ્રચાર કર્યો હતો. ચૂંટણી પૂર્વે જાહેરનામુ, ફોર્મ ભરવાની છેલ્લી તારીખ, ફોર્મ ચકાસણી, ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ સહિતની તમામ પ્રક્રિયા આટોપાઈ હતી. 

   આચાર્યા ડો. પટેલે વધુમાં જણાવ્યું કે, આજની બાળ સંસદ ચૂંટણીની વિશિષ્ટતા એ હતી કે, સંપૂર્ણ પ્રક્રિયા વોટીંગ મશીન એપ.ના માધ્યમથી કરવામાં આવી હતી. જેમાં બેલેટ આપવા માટે, મત આપવા માટે તેમજ ગણતરી માટે પણ મોબાઈલ એપનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. બાળ સાંસદ ચૂંટણીના આયોજક મીરાબેન, દિપાલીબેન અને હાર્દિકભાઈએ ચૂંટણી દરમિયાન ટેકનોલોજીનો ઉપયોગ કરી તેનું મહત્વ પણ સમજાવ્યું હતું. વિદ્યાર્થી અને શિક્ષકો મળી કુલ ૨૧૨ એ મતદાન કર્યુ હતું. શાળા પરિવાર અને અને વિદ્યાર્થીઓના સહકારથી બાળ સંસદની ચૂંટણી પૂર્ણ થતા ૭૨ મત સાથે ઉર્વિશ પટેલને વિજેતા જાહેર કરી મંત્રી બનાવવામાં આવ્યા હતા. જ્યારે ૬૧ મત મેળવનાર રિધ્ધિ ભોયાને ઉપમંત્રી તરીકે જાહેર કરાતા શાળાના આચાર્યા ડૉ.વર્ષાબેન પટેલે અભિનંદન આપ્યા હતા. 

Comments

Popular posts from this blog

Tapi(Vyara): શ્રીમતી આર.પી.ચૌહાણ આર્ટ્સ અને કોમર્સ કોલેજ, વ્યારા ખાતે ખેલ મહાકુંભ ૨.૦ અંતર્ગત રાજ્ય કક્ષાની ખો-ખો સ્પર્ધાનો શુભારંભ

Tapi(Vyara): શ્રીમતી આર.પી.ચૌહાણ આર્ટ્સ અને કોમર્સ કોલેજ, વ્યારા ખાતે ખેલ મહાકુંભ ૨.૦ અંતર્ગત રાજ્ય કક્ષાની ખો-ખો સ્પર્ધાનો શુભારંભ આજ રોજ શ્રીમતી આર.પી.ચૌહાણ આર્ટ્સ અને કોમર્સ કોલેજ, વ્યારા ખાતે ખેલ મહાકુંભ ૨.૦ અંતર્ગત રાજ્ય કક્ષાની ખો-ખો સ્પર્ધાનો શુભારંભ કરાવ્યો. ખેલાડીઓને રમતા રહી સ્વાસ્થ્ય મજબુત રાખી રાષ્ટ્રીય સ્તરે રમી ગુજરાતનું નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ આપી. @revenuegujarat @InfoGujarat @infotapiadi pic.twitter.com/HMnucNFZrO — Collector & DM-Tapi (@CollectorTapi) May 16, 2024  Tapi (Vyara) : વ્યારા ખાતે ખેલ મહાકુંભમાં ખો-ખો સ્પર્ધાનો પ્રારંભ, ૮ જિલ્લાની ટીમે ભાગીદારી નોંધાવી.

Vansda news : વાંસદાનાં મનપુર ગામે sveep અંતર્ગત કઠપૂતળી દ્વારા સ્થાનિક ભાષામાં મતદાન કરવાની પ્રતિજ્ઞા લેવડાવાઈ.

           Vansda news : વાંસદાનાં મનપુર ગામે sveep અંતર્ગત કઠપૂતળી દ્વારા સ્થાનિક ભાષામાં મતદાન કરવાની પ્રતિજ્ઞા લેવડાવાઈ. આગામી લો.સા. ચૂંટણી ૨૦૨૪ અંતર્ગત SVEEP હેઠળ મોજે.મનપુર તા.વાંસદા ખાતે આદિમ જૂથના લોકોને સ્થાનિક ભાષામાં કઠપૂતળી દ્વારા આગામી તા.07/05/2024ના રોજ યોજાનાર લોકસભા ચૂંટણીમાં મતદાન કરવા માટે અપીલ તેમજ મતદાન કરવાની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી. આગામી લો.સા. ચૂંટણી અંતર્ગત SVEEP હેઠળ મોજે.મનપુર તા.વાંસદા ખાતે આદિમ જૂથના લોકોને સ્થાનિક ભાષામાં કઠપૂતળી દ્વારા આગામી તા.07/05/2024ના રોજ યોજાનાર લોકસભા ચૂંટણીમાં મતદાન કરવા માટે અપીલ તેમજ મતદાન કરવાની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી. #Election2024   #ElectionAwareness   #VotingRights   pic.twitter.com/LWXu7X7msX — Collector & DM Navsari (@CollectorNav)  April 11, 2024

Dediyapada: દેડીયાપાડા તાલુકાના આદીવાસી બાળકોના સર્વાંગી વિકાસ માટે સમરકેમ્પનું આયોજન

Dediyapada: દેડીયાપાડા તાલુકાના આદીવાસી બાળકોના સર્વાંગી વિકાસ માટે સમરકેમ્પનું આયોજન  દેડીયાપાડા તાલુકાના આદીવાસી બાળકોના સર્વાંગી વિકાસ માટે સમરકેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતું. સમર કેમ્પ રક્ષા ફાઉન્ડેશનના સહયોગથી પોચાભાઇ ફાઉન્ડેશન દ્વારા કુંડીઆંબા ગામે યોજવામા આવ્યો હતો. જેમાં કોરવી, કુંડીઆંબા, જરગામ, પાટડી અને ચિકદાના 200 બાળકોએ ભાગ લીધો હતો. જેમાં સંસ્થાના બાળમિત્રો દ્વારા બાળકોને ચિત્રકામ, ઓરોગામી, રમતો, વાર્તા, બાળ ગીતો દ્વારા ગમ્મત સાથે જ્ઞાન પીરસવામાં આવ્યુ હતું. બાળકોમાં શિક્ષણ પ્રત્યે રસ કેળવાય, નિયમિત સ્કૂલે જાય, પોતાનાં અધિકારો પ્રત્યે સભાન બને અને દેશનો સારો નાગરિક બને એ હેતુથી સંસ્થા દ્વારા જુદી-જુદી પ્રવૃત્તિઓ દ્વારા શિક્ષણ આપવામા આવે છે.